જિલ્લા ન્યાયાલય વિશે
બોટાદ જિલ્લો એ ભારતના ગુજરાત રાજ્યનો જિલ્લો છે. તે ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ ના રોજ અમદાવાદ જિલ્લાના દક્ષિણ પશ્ચિમ ભાગ અને ભાવનગર જિલ્લાના ઉત્તરપશ્ચિમ ભાગમાંથી બનાવવામાં આવ્યું હતું. બોટાદમાં બોટાદ, ગઢડા, બરવાળા, રાણપુર ચાર તાલુકાનો સમાવેશ થાય છે. બોટાદ શહેર જિલ્લાનું વહીવટી મથક છે.
આ જિલ્લો દક્ષિણપૂર્વમાં ભાવનગર જિલ્લો, ઉત્તર અને વાયવ્યમાં સુરેન્દ્રનગર જિલ્લો, દક્ષિણ-પશ્ચિમમાં અમરેલી જિલ્લો, ઉત્તરપૂર્વમાં અમદાવાદ જિલ્લો અને પશ્ચિમમાં રાજકોટ જિલ્લાથી ઘેરાયેલો છે.
બોટાદ શહેર ભાવનગરથી લગભગ ૯૨ કિમી અને અમદાવાદથી ૧૩૩ કિમી રોડ માર્ગે આવેલું છે..
વધુ વાંચોકોઈ પોસ્ટ મળી નથી